Featured
- Get link
- X
- Other Apps
Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ
Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ
*પ્રેરણાદાયી પહેલ : નિવૃત્ત વિદાયમાન સમારંભ પાછળ થતા ખર્ચને ટાળી પોતાના ગામને આપી એમ્બ્યુલન્સની ભેટ*
નિવૃત્ત થતા ઘણા અધિકારી -કર્મચારીઓ નિવૃત્તિ ટાણે મોટી પાર્ટીનું આયોજન કરી તેમાં ગજા ઉપરાંતનો ખર્ચ કરી દે છે. સગા- સંબંધી, સ્નેહીજનો, ગ્રામજનો, મિત્રો વગેરે શુભેચ્છાઓ પાઠવી જમીને છૂટા પડી જતા હોય છે.
કેટલાકને તો તેમની નોકરી દરમ્યાન નિષ્ઠા - પ્રમાણિકતાનો છાંટોય નથી હોતો તેમ છતાં નિવૃત્તિ વખતે લગ્ન સમારંભ હોય તેવો માહોલ ઊભો કરીને જાણે કે બહુ મોટો જંગ જીત્યો હોય તેવો દેખાડો કરતા હોય છે.
આવા સમયે આદિવાસી ક્ષેત્રના દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ઉકરડી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા વીરસિંગભાઈ હઠીલાએ એમના નિવૃત્તિ ટાણાની ઝાકમઝોળવાળી ઉજવણી ન કરતાં સમાજને એક નવી રાહ ચીંધે તેવી પ્રેરણાદાયી ભેટ આપીને તેમની નિવૃત્તિને વધુ શાનદાર સ્મરણીય બનાવી છે.
*પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ*
— info dahod GoG (@infodahodgog) November 4, 2024
*પ્રેરણાદાયી પહેલ : નિવૃત્ત વિદાયમાન સમારંભ પાછળ થતા ખર્ચને ટાળી પોતાના ગામને આપી એમ્બ્યુલન્સની ભેટ*@CollectorDahod@InfoGujarat pic.twitter.com/trirV0M2pc
તા.૩૧મી ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થતા
વીરસિંગભાઈએ પોતે પોતાની માતૃભૂમિ - માદરે વતન એવા પહાડ ગામને પોતાની નિવૃત્તિ સમયે એમ્બ્યુલન્સ ભેટમાં આપીને માતૃભૂમિનું ઋણ અદા કરવા પ્રાથમિક શિક્ષકને શોભે એવું એક પ્રેરક કામ કર્યું છે.
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પહાડ ગામના વતની એવા ખૂબજ કર્મનિષ્ઠ અને પ્રામાણિક શિક્ષક વીરસિંગભાઈએ તેમના સ્વજનો અને મિત્રોને કહ્યું કે ''મારે મારી નિવૃત્તિની કોઈ ઉજવણી કરવી નથી પરંતુ મારા ગામના લોકોની પીડામાં રાહત થાય એવું કંઇક કરવું છે. વર્ષો સુધી બીજા ગામમાં નોકરી કરી છે એટલે ગામની મૂશ્કેલીઓ તરફ ધ્યાન અપાયું નો 'તું. વતનનું અને ગ્રામજનોનું મારા ઉપર ઋણ છે. અમારા આ નાનકડા ગામમાં દવાખાનું નથી, રસ્તા સારા નથી, ગામમાં કોઈ બીમાર પડે, પ્રસૂતિ જેવી સ્થિતિમાં છોટાઉદેપુરના તુરખેડા ગામ જેવી ઘટના ન ઘટે અને અન્ય કોઈ મુશ્કેલી ઊભી થાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે નજીકની સારી હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય એ હેતુથી મારે ગામને એમ્બ્યુલન્સ ભેટમાં આપવાનું નક્કી કર્યું છે."
અત્રે એ ઉલ્લેખ કરવો રહ્યો કે શ્રી વીરસીંગભાઈના પહાડ ગામની ચોફેર જંગલ વિસ્તાર છે. એસ.ટી. બસની સુવિધા નથી. તેમના માતા - પિતા બિલકુલ અભણ હતા છતાં તેમણે તેમને ભણાવ્યા હતા. તેમના પત્ની પણ નિવૃત્ત શિક્ષિકા છે, તેમને ત્રણ સંતાનો છે, સૌથી મોટો દિકરો બી.ઈ. સીવીલ થઈને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા - અમદાવાદ ખાતે ફરજ બજાવે છે. બીજો દિકરો એમ.બી.બી.એસ. કરીને હાલ પોસ્ટ ગ્રેજ્યુએશન કરે છે. એક દિકરી છે જે આયુર્વેદ સ્નાતક છે અને હાલ પંચાયત સેવામાં નાયબ ટી.ડી.ઓ તરીકે ફરજ બજાવે છે.
શ્રી વીરસીંગભાઈએ પ્રાથમિક શિક્ષક તરીકે શાળાના બાળકો તથા પોતાના બાળકોને પણ ઉત્તમ કક્ષાનું શિક્ષણ આપ્યું છે. એકધાર્યા ૩૯ વર્ષ સુધી ફરજ અદા કરી આજે તા.૩૧-૧૦-૨૪ ના રોજ નિવૃત્ત થયા છે. શિક્ષક તરીકેની ફરજનો એક તબક્કો પૂરો કરી બીજા તબક્કામાં પહાડ ગામ સહિત આ પંથકમાં માનવસેવાની મહેંક પ્રસરાવી રહ્યા છે.
*પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ* *પ્રેરણાદાયી પહેલ : નિવૃત્ત વિદાયમાન સમારંભ પાછળ થતા ખર્ચને ટાળી પોતાના ગામને આપી એમ્બ્યુલન્સની ભેટ* નિવૃત્ત થતા ઘણા અધિકારી -કર્મચારીઓ નિવૃત્તિ ટાણે મોટી પાર્ટીનું આયોજન કરી તેમાં ગજા ઉપરાંતનો ખર્ચ કરી દે છે. સગા- સંબંધી, સ્નેહીજનો, ગ્રામજનો, મિત્રો વગેરે શુભેચ્છાઓ પાઠવી જમીને છૂટા પડી જતા હોય છે. કેટલાકને તો તેમની નોકરી દરમ્યાન નિષ્ઠા - પ્રમાણિકતાનો છાંટોય નથી હોતો તેમ છતાં નિવૃત્તિ વખતે લગ્ન સમારંભ હોય તેવો માહોલ ઊભો કરીને જાણે કે બહુ મોટો જંગ જીત્યો હોય તેવો દેખાડો કરતા હોય છે. આવા સમયે આદિવાસી ક્ષેત્રના દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ઉકરડી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા વીરસિંગભાઈ હઠીલાએ એમના નિવૃત્તિ ટાણાની ઝાકમઝોળવાળી ઉજવણી ન કરતાં સમાજને એક નવી રાહ ચીંધે તેવી પ્રેરણાદાયી ભેટ આપીને તેમની નિવૃત્તિને વધુ શાનદાર સ્મરણીય બનાવી છે. તા.૩૧મી ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થતા વીરસિંગભાઈએ પોતે પોતાની માતૃભૂમિ - માદરે વતન એવા પહાડ ગામને પોતાની નિવૃત્તિ સમયે એમ્બ્યુલન્સ ભેટમાં આપીને માતૃભૂમિનું ઋણ અદા કરવા પ્રાથમિક શિક્ષકને શોભે એવું એક પ્રેરક કામ કર્યું છે. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પહાડ ગામના વતની એવા ખૂબજ કર્મનિષ્ઠ અને પ્રામાણિક શિક્ષક વીરસિંગભાઈએ તેમના સ્વજનો અને મિત્રોને કહ્યું કે ''મારે મારી નિવૃત્તિની કોઈ ઉજવણી કરવી નથી પરંતુ મારા ગામના લોકોની પીડામાં રાહત થાય એવું કંઇક કરવું છે. વર્ષો સુધી બીજા ગામમાં નોકરી કરી છે એટલે ગામની મૂશ્કેલીઓ તરફ ધ્યાન અપાયું નો 'તું. વતનનું અને ગ્રામજનોનું મારા ઉપર ઋણ છે. અમારા આ નાનકડા ગામમાં દવાખાનું નથી, રસ્તા સારા નથી, ગામમાં કોઈ બીમાર પડે, પ્રસૂતિ જેવી સ્થિતિમાં છોટાઉદેપુરના તુરખેડા ગામ જેવી ઘટના ન ઘટે અને અન્ય કોઈ મુશ્કેલી ઊભી થાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે નજીકની સારી હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય એ હેતુથી મારે ગામને એમ્બ્યુલન્સ ભેટમાં આપવાનું નક્કી કર્યું છે." અત્રે એ ઉલ્લેખ કરવો રહ્યો કે શ્રી વીરસીંગભાઈના પહાડ ગામની ચોફેર જંગલ વિસ્તાર છે. એસ.ટી. બસની સુવિધા નથી. તેમના માતા - પિતા બિલકુલ અભણ હતા છતાં તેમણે તેમને ભણાવ્યા હતા. તેમના પત્ની પણ નિવૃત્ત શિક્ષિકા છે, તેમને ત્રણ સંતાનો છે, સૌથી મોટો દિકરો બી.ઈ. સીવીલ થઈને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા - અમદાવાદ ખાતે ફરજ બજાવે છે. બીજો દિકરો એમ.બી.બી.એસ. કરીને હાલ પોસ્ટ ગ્રેજ્યુએશન કરે છે. એક દિકરી છે જે આયુર્વેદ સ્નાતક છે અને હાલ પંચાયત સેવામાં નાયબ ટી.ડી.ઓ તરીકે ફરજ બજાવે છે. શ્રી વીરસીંગભાઈએ પ્રાથમિક શિક્ષક તરીકે શાળાના બાળકો તથા પોતાના બાળકોને પણ ઉત્તમ કક્ષાનું શિક્ષણ આપ્યું છે. એકધાર્યા ૩૯ વર્ષ સુધી ફરજ અદા કરી આજે તા.૩૧-૧૦-૨૪ ના રોજ નિવૃત્ત થયા છે. શિક્ષક તરીકેની ફરજનો એક તબક્કો પૂરો કરી બીજા તબક્કામાં પહાડ ગામ સહિત આ પંથકમાં માનવસેવાની મહેંક પ્રસરાવી રહ્યા છે. પોતાના પહાડ ગામમાં આજે પણ એસ.ટી બસની સુવિધા નથી. લોકોને રસ્તા, વાહન-વ્યવહાર, આરોગ્ય અને પીવાના શુદ્ધ પાણીના પ્રશ્નો ખૂબ જ સતાવતા હોય છે, ત્યારે શ્રી વીરસીંગભાઈએ નિવૃત્તિના સમયે તેમનાં ગામ પહાડના ગ્રામજનો માટે એક એમ્બ્યુલન્સ વિના મૂલ્યે સરપંચ અને તલાટીની ઉપસ્થિતિમાં ભેટ આપી ૧૦૮ ની ભૂમિકા અદા કરી રહ્યા છે. ગ્રામજનો પણ આ અમૂલ્ય સેવાનો લાભ મળતાં ખૂબ જ ઉત્સાહિત છે અને વિરસીંગભાઈ પ્રત્યે અહોભાવ પ્રગટ કરી રહ્યા છે. આવા સેવા ભેખધારીને વિરસીંગભાઈ સલામ છે. . .
Posted by Info Dahod GoG on Monday, November 4, 2024
પોતાના પહાડ ગામમાં આજે પણ એસ.ટી બસની સુવિધા નથી. લોકોને રસ્તા, વાહન-વ્યવહાર, આરોગ્ય અને પીવાના શુદ્ધ પાણીના પ્રશ્નો ખૂબ જ સતાવતા હોય છે, ત્યારે શ્રી વીરસીંગભાઈએ નિવૃત્તિના સમયે તેમનાં ગામ પહાડના ગ્રામજનો માટે એક એમ્બ્યુલન્સ વિના મૂલ્યે સરપંચ અને તલાટીની ઉપસ્થિતિમાં ભેટ આપી ૧૦૮ ની ભૂમિકા અદા કરી રહ્યા છે.
ગ્રામજનો પણ આ અમૂલ્ય સેવાનો લાભ મળતાં ખૂબ જ ઉત્સાહિત છે અને વિરસીંગભાઈ પ્રત્યે અહોભાવ પ્રગટ કરી રહ્યા છે.
આવા સેવા ભેખધારીને વિરસીંગભાઈ સલામ છે. . .
- Get link
- X
- Other Apps
Popular Posts
DANG BRC KALA UTSAV NEWS : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment